નાગાલેન્ડના ખેડૂત યિલોબેમો એરુઈએ સરળ અને પ્રાકૃતિક પ્રયોગો અજમાવીને કોથમીર (લીલા ધાણા)નો 8.75 ફુટ ઊંચો છોડ ઉગાડ્યો છે. નાગાલેન્ડના વોખા ગામના ખેડૂતે આટલો ઊંચો છોડ ઉગાડીને 7.45 ફુટની ઊંચાઈના છોડનો વિક્રમ તોડ્યો છે અને તેની આ સિદ્ધિ ગિનેસ બુકમાં નામ નોંધાવી એવી પણ શક્યતા છે. છોડની લંબાઈ સામાન્ય કરતાં વધુ હોવા છતાં એનો ફેલાવો યથાવત્ છે અને સ્વાદ-સુગંધ પણ સામાન્ય છોડ જેવાં જ છે. ખેડૂત એરુઈએ ઓક્ટોબર 2023માં ધાણાનાં બીજ વાવ્યાં હતાં. તેમનું કહેવું છે કે મુખ્યત્વે તો પશુખાધ જેવા સરળ અને પ્રાકૃતિક ખેતીના પ્રયોગોને કારણે ધાણાનો છોડ 8.75 ફુટ જેટલો ઊંચો થયો છે. આ ઉપરાંત પ્રતિકૂળ વાતાવરણમાં એની વિશેષ સંભાળ રાખવાથી એનો ફેલાવો વધ્યો છે.