IBMએ તૈયાર કર્યું દુનિયાનું સૌથી ટચુકડું કમ્પ્યુટર

Saturday 31st March 2018 07:40 EDT
 
 

આઈબીએમએ દુનિયાનું સૌથી નાનું કમ્પ્યુટર બનાવ્યું હોવાનો દાવો કર્યો છે. કંપનીએ લાસ વેગાસમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આ માઈક્રો ક્મ્પ્યુટરને દુનિયા સમક્ષ મૂક્યું હતું. કંપનીએ જણાવ્યું હતું કે, આ એક એન્ટિફ્રોડ ડિવાઇસ છે, જેમાં એક ચિપ, પ્રોસેસર અને સ્ટોરેજ સહિત સમગ્ર કમ્પ્યુટર છે. મીઠાના દાણાના આકારનું આ કમ્પ્ટ્યુટર પાંચ વર્ષમાં બજારમાં આવશે. મિલિમિટર સાઈઝનાં આ કમ્પ્યુટરને ક્રિપ્ટો એન્કર પ્રોગ્રામની મદદથી બનાવવામાં આવ્યું છે, જેને એન્ટિફ્રોડ ડિવાઈસ કહેવામાં આવે છે.
આ ડિવાઇસની મદદથી કંપનીમાંથી તૈયાર થયા બાદ માર્કેટ સુધીની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની છેડછાડને અટકાવી શકાશે. કંપનીએ આ સૌથી સસ્તું કમ્પ્યુટર હોવાનો દાવો કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter