લંડનઃ મહાનગરમાં વિશ્વનો સૌથી મોંઘો સ્માર્ટફોન લોન્ચ કરાયો છે. તેની કિંમત આશરે ૧૦ હજાર પાઉન્ડ છે. ઈઝરાયલની કંપની સિરિન લેબ્સે તૈયાર કરેલા આ સ્માર્ટફોનમાં દુનિયાભરમાંથી મંગાવાયેલા શ્રેષ્ઠતમ પાર્ટ્સનો ઉપયોગ કરાયો છે. કંપનીનો દાવો છે કે, દુનિયામાં સાયબર હુમલાનું જોખમ સતત વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને આ ફોન બનાવવામાં આવ્યો છે. આ ફોનની જાસૂસી પણ નહીં થઈ શકે કે સાઈબર હુમલો પણ નહીં થઈ શકે.
મોબાઇલનું અસલ નામ તો સોલોરિન છે, પણ તેની અધધધ કિંમતના કારણે રોલ્સ રોયસ ઉપનામ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે સોલારિન દુનિયાનો સૌથી સુરક્ષિત સ્માર્ટફોન છે.
ફોનના ફિચર્સ
• એન્ડ્રોઈડ ૫.૧ લોલિપોપ બેસ્ટ કસ્ટમ ઓએસ • ક્વાલ્કોમ સ્નેપડ્રેગન ૮૧૦ પ્રોસેસર
• રિયર કેમેરા ૨૩.૮ મેગાપિક્સલ • ૫.૫ ઈંચની ૨૦૦૦ રિઝોલ્યુશન ધરાવતી આઈપીએસ સ્ક્રીન • બેટરી ૪,૦૦૦ એમએએચ • ૪ જીબી રેમ • ૧૨૮ જીબી ઈન્ટરનલ મેમરી • સિંગલ સીમકાર્ડ સ્લોટ • ત્રણ સ્પીકર્સ • પાવર બટનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર