ન્યૂ યોર્ક: યુએસમાં એક વ્યક્તિએ પોતાના આઇફોન સાથે જ લગ્ન કરી લીધાના અજીબ અહેવાલ છે. લાસ વેગાસમાં તેણે સ્માર્ટફોન સાથે લગ્ન કરીને દુનિયાને એક અનોખો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ લગ્ન સમારોહ એકદમ એવો જ હતો જેવો સામાન્ય રીતે લાસ વેગાસમાં થાય છે. ફરક માત્ર એટલો હતો કે, વર ચેર્વેનાકની થનાર પત્ની લગ્ન સમય સુધી ખોખામાં બંધ હતી.
પાદરીએ ચેર્વેનાકને પૂછયૂં હતું કે, 'એરોન શું તું આ સ્માર્ટફોનને કાનૂની રીતે પોતાની પત્ની માને છે અને તું શું તેને પ્રેમ કરવા, તેનું સન્માન કરવા, આરામ આપવા અને સારી રીતે રાખવા માટે નિષ્ઠાવાન રહીશ? એ સમયે તેણે કહ્યું હતું કે, યસ... હું એવું જ કરીશ. કલાકાર અને નિર્દેશક ચેર્વેનાકે પોતાના સ્માર્ટફોન સાથે લગ્ન કરીને સમાજને એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે, આજકાલ લોકો પોતાના ફોન સાથે એટલા વધુ પ્રમાણમાં જોડાયેલા હોય છે કે, તેઓ સ્માર્ટફોનને પોતાની સાથે જ રાખે છે અને લગ્ન તેની સાથે લ્ગન કર્યાં હોય એવો અનુભવ થાય છે.