આ દેડકાની માથે ઉગે છે મશરૂમ

કર્ણાટકમાં મળેલા આ દેડકાથી સંશોધકો પણ ચકિત

Thursday 04th April 2024 12:38 EDT
 
 

બેંગલૂરુઃ અમેરિકન વિજ્ઞાનીઓએ કર્ણાટકમાં એક વિચિત્ર દેડકાની શોધ કરી છે. તેના શરીર પર મશરૂમ ઉગે છે. આ દેડકો રસ્તાના કિનારે આવેલા તળાવમાં જોવા મળ્યો હતો. તેની લંબાઈ માત્ર 2.9 ઈંચ છે. આ મશરૂમવાળો દેડકો કર્ણાટકના કરકલાના પશ્ચિમી ઘાટ ખાતે મળી આવ્યો છે. એક અભ્યાસમાં દાવો કરાયો છે કે સંશોધકોએ આ પહેલા ક્યારે પણ જીવિત દેડકાના શરીર પર મશરૂમ જોયા નથી, અને આ દેડકો જીવિત હતો. બેંગલૂરુમાં વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ ઇન્ડિયાના નિષ્ણાત લોહિત વાઇટીએ કહ્યું છે કે મશરૂમની સાથે આ દેડકાને જોયા બાદ તેઓ ખુદ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પછી લોહિત વાઇટીએ મશરૂમવાળા આ દેડકાના સંબંધમાં ઈન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી. નવતર પ્રકારનો દેડકો મળી આવ્યા બાદ આ સંબંધમાં વધુ શોધ કરવામાં આવી રહી છે. સાથે સાથે જે સ્થળેથી આ દેડકો મળ્યો છે તે જગ્યાની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. અમેરિકન સંશોધકોએ કહ્યું છે કે થોડાક દિવસમાં આ સંબંધમાં નવી જાણકારી મળી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter