પ્રતાપગઢઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં કળિયુગના મહાભારત જેવી ઘટના સર્જાઇ છે. લૂડોની રમવાની શોખીન મહિલાને રમતનો એવો તો ચસ્કો લાગ્યો હતો કે તેણે પૈસાના અભાવે પોતાની જાતને જ દાવ પર લગાવી દીધી હતી. એટલું જ નહીં, તે પોતાના મકાનમાલિક સામે હારી ગઈ તો પતિને છોડીને મકાનમાલિક પાસે જ રહેવા લાગી છે. મહિલા હવે પોતાના પતિ પાસે જવા તૈયાર નથી. રેણુના પતિએ પોલીસ ફરિયાદ કરી છે.
રેણુને લૂડો રમવાનું વ્યસન હોવાથી તે પતિ દ્વારા કમાઈને મોકલાતા નાણાંથી લૂડોનો જુગાર રમતી હતી. તે નિયમિત રીતે પોતાના મકાનમાલિક સાથે લૂડો રમતી હતી. ગત સપ્તાહે મહિલા અને તેનો મકાનમાલિક બંને લૂડો રમી રહ્યા હતા અને ગેમની હારજીત પર પૈસા લગાવી રહ્યા હતા. મહિલા પાસે નાણા ખૂટી જતા તેણે પોતાની જાતને જ દાવ પર લગાવી દીધી હતી અને હાર ગઈ ગઈ હતી. જે બાદ મહિલાએ ઘટનાક્રમ વિશે પતિને જાણ કરી હતી. તેનો પતિ પ્રતાપગઢ આવ્યો હતો અને તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી.