કારાકાસ: સમુદ્રી માછલી જયારે ભયમાં હોય ત્યારે પોતાના શરીરમાંથી કરંટ છોડી શકે છે. હમણાં એક ઇલ માછલીએ ૮૬૦ વોલ્ટનો ઝાટકો આપીને મગરમચ્છને મારી નાંખ્યો હોવાની ઘટના બની છે. આથી જ તો શરીરમાંથી કરંટ છોડવાની આવડત ધરાવતી ઇલ માછલીને ઇલેકટ્રીકલ ઇલ તરીકે ઓળખવામાં આવે છે. આ ૮૬૦ વોલ્ટનો કરંટ લઇને ફરતી ઇલથી મોટા મગરમચ્છો અને મોટા દરિયાઇ જીવો દૂર રહે છે.
આવા સંજોગોમાં એક કેલિફોર્નિયામાં મગરમચ્છને માછલીનો શિકાર કરવાનું સાહસ ભારે પડયું હતું. મગરમચ્છે ઇલ માછલીને તેના જડબામાં સમાવી લેવા જેવો પ્રયાસ કર્યો કે તરત જ ઇલે શરીરમાંથી વીજ પ્રવાહને છોડયો હતો. હાઇ વોલ્ટેજનો કરંટ મગરમચ્છના શરીર અને તેના હાડકાંને નકામા બનાવી દેવા પૂરતો હતો. માછલી મગરમચ્છના મોંમાં જ દબાયેલી રહી તો પણ કરંટની અસરથી તડપીને મગર મુત્યુ પામ્યો હતો.
નવાઇની વાત તો એ છે કે ઇલ માછલીના નાના બચ્ચાં પણ ૧૦૦ વોલ્ટ જેટલો કરંટ છોડી શકે છે. આ ઇલ માછલીને ગુસ્સો આવે ત્યારે કલાકો સુધી શરીરમાંથી કરંટ છોડયા કરે છે. બ્રાઝીલ ઉપરાંત દક્ષિણ અમેરિકાના કોલંબિયા અને વેનેઝુએલા દેશમાંથી પસાર થતી ઓરિનાકા નદીને ઇલ માછલીઓ પુષ્કળ જોવા મળે છે.