તિરુવનંતપુરમ્ઃ કેરળના કોઝિકોડમાં રહેતા એક ટ્રાન્સજેન્ડર કપલ માતાપિતા બનવાના છે. વીતેલા ત્રણ વર્ષથી સાથે રહેતાં જહાદ અને જિયા પાવલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં બાળકનો જન્મશે. આ સાથે જિયાએ જહાદ સાથેની એક તસવીર પણ શેર કરી છે. તસવીરમાં જયાદે ગર્ભધારણ કર્યો હોવાનું જોઈ શકાય છે. જિયા એક પુરુષના સ્વરૂપમાં જન્મી હતી અને યુવતીમાં પરિવર્તીત થઈ છે જ્યારે જહાદ એક સ્ત્રીના સ્વરૂપમાં જન્મ્યો હતો અને પુરુષમાં રુપાંતરિત થયો છે.
પુરુષ ટ્રાન્સજેન્ડર બાળકને જન્મ આપે તેવો ભારતનો આ પ્રથમ કિસ્સો છે. જિયા પાવલ ડાન્સર છે. તે પુરુષ હતી અને મહિલા ટ્રાન્સજેન્ડર બની છે. જ્યારે જહાદ છોકરો હતો, અને મહિલા ટ્રાન્સજેન્ડર બન્યો હતો. ગર્ભધારણ કર્યા પછી જહાદે મહિલામાંથી પુરુષ લિંગ પરિવર્તનની પ્રક્રિયા અટકાવી દીધી છે. ગર્ભધારણ કરનાર જહાદની પાર્ટનર જિયાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું છે કે, ‘અમે માતા બનવાનું મારું સપનું અને પિતા બનવાનું મારા પાર્ટનરનું સપનું સાકાર કરવાના છીએ. આઠ મહિનાનો પૂર્ણ ગર્ભ જહાદના ઉદરમાં છે. હું જન્મ કે શરીરથી ક્યારેય મહિલા નહોતી, પરંતુ મને કોઈ માતા કહે તેવું સપનું જરૂર હતું. અમે ત્રણ વર્ષથી સાથે રહી રહ્યા છીએ. માતા બનવાના મારા સપનાની જેમ જહાદ પિતા બનવાનું સપનું ધરાવે છે. આજે આઠ મહિનાનો જીવ તેના સહયોગથી તેના ઉદરમાં છે. બાકીના ટ્રાન્સજેન્ડર કરતાં અમે અલગ છીએ. અમે બાળક ઇચ્છી રહ્યા હતા કે જેથી દુનિયામાં અમારા દિવસો બાદ પણ કોઈ અમારું હોય.’