જમ્મુઃ આ છે હાથવણાટથી તૈયાર થયેલો ભારતની કળાકારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો. આ કાશ્મીરી ગાલીચો શ્રીનગરના 25 કારીગરે ભેગા મળીને સાડા આઠ વર્ષની મહેનતથી તૈયાર કર્યો છે. સંપૂર્ણપણે રેશમી દોરામાંથી બનાવાયેલો આ ગાલીચો 72 ફૂટ લાંબો ને 40 ફૂટ પહોળો છે, અને તેનું વજન 1500 કિલોથી પણ વધુ છે. ગાલીચાના કદની સરખામણી કરવી હોય તો કહી શકાય કે તે વોલિબોલ મેદાન કરતાં પણ ઘણો લાંબો અને પહોળો છે. શાહ કાદિર એન્ડ સન્સ કંપનીએ સાઉદી અરબના એક ગ્રાહક માટે આ નમૂનેદાર ગાલીચો તૈયાર કર્યો છે. કંપનીના કહેવા પ્રમાણે તેની અંદાજિત કિંમત 20 કરોડ રૂપિયા છે.