કુવૈત સિટીઃ કુવૈતના રણમાં 'દરિયાઇ શહેર' સાકાર થઇ રહ્યું છે. આ સી-સિટીને હાલમાં અદભૂત એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ ગણાવાઇ રહ્યું છે. આ શહેર બનાવવા માટે ૧૦ કિલોમિટર દૂરથી દરિયાનું પાણી અહીં લાવવામાં આવ્યું છે અને ૧૨૪ કિલોમિટરનો દરિયાકિનારો પણ અહીં બનાવાયો છે. સાકાર થઇ રહેલા આ શહેરને 'સબાહ અલ અહેમદ સી સિટી' નામ અપાયું છે.
૨૦ દેશોના એન્જિનિયર્સ અને વર્કર્સ આ વિશાળકાય પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. શહેર ૨૦૨૦ સુધીમાં તૈયાર થઇ જવાની ધારણા છે. શહેર તૈયાર થઇ ગયા બાદ અહીં ૨૫,૦૦૦ લોકો રહેતા હશે એવું કહેવાઇ રહ્યું છે.
આ સી-સિટીનો કન્સેપ્ટ પ્રોપર્ટી ડેવલપર ખાલિદ યુસુફનો હતો. જોકે, ગલ્ફ વોરને કારણે તે પ્રોજેક્ટ પર કામ ના કરી શક્યા. આ દરમિયાન તેમનું મોત નીપજ્યું. વર્ષ ૨૦૦૩માં તેના પુત્ર ફવાઝે પ્રોજેક્ટ શરૂ કર્યો અને અત્યારે ૮૦ ટકા કામ પૂરુ થઇ ગયું છે.