કેનેડાઃ એક કેનેડિયન માણસ વિન્સટન બ્લેકમોર ૨૭ પત્નીઓ સાથે કેનેડામાં રહે છે અને તેને કુલ ૧૪૫ બાળકો છે. જોકે, કેનેડામાં બહુપત્નીત્વને કાનૂની માન્યતા નથી તેથી વિન્સટન તેની પત્નીઓને ફ્રેન્ડઝ તરીકે જ દર્શાવે છે. વિન્સટનને કેનેડામાં સૌથી વધુ પત્ની રાખનાર માણસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે, પોતે એકથી વધુ પત્ની રાખવા છતાં કહે છે તેઓ બહુવિવાહને કાનૂની માન્યતા આપવાનું સમર્થન કરતા નથી. તેમનું માનવું છે કે તેનાથી મહિલાઓનું શોષણ વધી શકે છે.
વર્ષ ૨૦૦૭માં વિન્સટન પર આરોપ મૂકવામાં આવ્યા હતા કે તે બહુપત્નીત્વને પ્રોત્સાહન આપે છે અને તેને એકથી વધુ પત્નીઓ છે. તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે પછીથી વિન્સટનને નિર્દોષ જાહેર કરાયા હતા. તાજેતરમાં તેમની ઉપર ફરીથી આરોપ મૂકવામાં આવ્યા છે કે તેમને એકથી વધુ પત્નીઓ છે અને તેઓ બહુપત્નીત્વમાં વિશ્વાસ રાખે છે. આ વખતે પણ વિન્સટને કહ્યું છે કે, હું બહુત્નીત્વમાં માનતો નથી અને કાયદાકીય રીતે મારી સાથે મારી સ્ત્રીમિત્રો રહે છે.