કોલકાતામાં ટ્રામ સર્વિસના 150 વર્ષ

Thursday 19th October 2023 10:04 EDT
 
 

પશ્ચિમ બંગાળમાં ટ્રામ સર્વિસને 150 વર્ષ પૂરા થયા છે તે સાથે જ દુર્ગાપૂજા શરૂ થઇ છે. આ બન્ને પ્રસંગની સહિયારી ઉજવણી માટે ટ્રામને દુર્ગાપૂજા થીમ સાથે શણગારાઇ છે. આ ટ્રામનું અંદરનું ડેકોરેશન જુઓ તો ચોક્કસપણે સ્તબ્ધ થઈ જાવ. કોઈએ ટ્રામમાં આટલી સારી ડિઝાઇનની કલ્પના પણ કરી ન હોય ને. તેની સાથે આ ટ્રામમાં બધા પ્રકારની સગવડો પણ રાખવામાં આવી છે. કોલકાતાની મુલાકાતે આવનારા સહુ કોઇને આ નવી અને સગવડદાયી ટ્રામ ચોક્કસપણે ગમશે. આ નવી ટ્રામને કોલકાતામાં લોકપ્રિય થતાં કોઈ નહીં રોકી શકે. ભારતમાં કોલકાતા એકમાત્ર એવું શહેર છે જ્યાં હજી પણ ટ્રામ સર્વિસ છે. મુંબઈમાં પણ પહેલા આ સર્વિસ હતી, પરંતુ પછી તે બંધ કરી દેવાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter