ક્લાસરૂમમાં ‘બાળ’ રોબોટ

Saturday 29th January 2022 07:15 EST
 
 

ક્લાસરૂમમાં બાળકોની વચ્ચે બેઠેલો ‘બાળ’ રોબોટ જોયો?! ગળે મફલર વીંટાળીને બેઠેલો આ રોબોટ જોઇને નવાઇ લાગે છેને? વાત એમ છે કે ૭ વર્ષના જર્મન બાળક જોશુઆ માર્ટિનાંગેલીની જગ્યાએ ‘અવતાર’ નામનો આ રોબોટ સ્કૂલમાં હાજરી આપે છે. તે જોશુઆની જેમ જ સ્કૂલના ક્લાસરૂમમાં હાજરી આપવા ઉપરાંત હોમવર્ક પણ કરે છે. ‘અવતાર’ ટીચર સાથે અને જોશુઆના ફ્રેન્ડ્સ સાથે વાતો પણ કરે છે. જોશુઆ એક ખતરનાક બીમારીની પીડાતો હોવાને કારણે સ્કૂલે જઇ શક્તો ન હોવાથી તેની જગ્યાએ ‘અવતાર’ને સ્કૂલે મોકલવામાં આવે છે. જોશુઆને સ્કૂલે જવાની પડતી તકલીફોને ધ્યાનમાં રાખીને બર્લિનના સ્થાનિક તંત્રે આ રોબોટની વ્યવસ્થા કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter