ઓટાવાઃ કેનેડામાં પાલતુ બિલાડીએ હીરો બની એક પરિવારનો જીવ બચાવ્યો છે. આલ્બર્ટા પ્રાંતના ક્લેરમોન્ટ સ્થિત એક ઘરમાં આઠમી ફેબ્રુઆરીએ આગ લાગી ગઈ હતી. તે સમયે પૂરો પરિવાર સૂતો હતો. ખતરો કળી જતાં બિલાડીએ માલિકણના હાથ પર બચકું ભરી તેને ઊંઘમાંથી ઊઠાડી. દુર્ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર્સ પહોંચ્યા ત્યારે પરિવારના ચારેય સભ્ય સુરક્ષિત હતા.