બિલ ગેટ્સે તેમના ઈન્સ્ટાગ્રામ પેજ પર ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવતો વીડિયો શેર કરીને પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશ આપ્યો છે. આનંદ મહિન્દ્રાએ આ જ વીડિયો તેમના ટવિટ પેજ પર શેર કરીને લખ્યું હતું કે, ચલતી કા નામ બિલ ગેટ્સ કી ગાડી. તેમણે વધુમાં લખ્યું કે, બિલ ગેટ્સને ઇ-રીક્ષા ચલાવતા જોઈને તેમને ખૂબ જ ખુશી થઈ છે. આનંદ મહિન્દ્રાએ આ સાથે જ ગમ્મત કરતા બિલ ગેટ્સને સચિન તેંડુલકર અને તેમની સાથે રિક્ષાની ડ્રેગ રેસમાં ઉતરવા માટે આમંત્રણ આપ્યું હતું. આનંદ મહિન્દ્રાનું આ ટવીટ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. જેના પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. જ્યારે, બિલ ગેટ્સે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. બિલ ગેટ્સે ઈન્સ્ટાગ્રામ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું હતુંઃ ઈનોવેશનમાં ભારત હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે. આ રિક્ષામાં 131 કિલોમીટર સુધી સફર કરી શકાય છે. આ સાથે જ તેમણે પર્યાવરણ ક્ષેત્રે ભારતના યોગદાનને બિરદાવ્યું હતું.