બિજિંગઃ ચીનમાં અત્યંત આશ્ચર્યકારક ઘટના બની છે. હુનાન પ્રાંતની એક મહિલાએ એવો દાવો કર્યો છે કે તે ૧૭ મહિનાથી પ્રેગનન્ટ છે અને હજુ સુધી તેના બાળકની ડિલિવરી થઈ શકી નથી. વાંગ શીએ કહ્યું છે કે તેની ડિલિવરી નવેમ્બર ૨૦૧૫ હતી, પરંતુ તેની ઉપર આઠ મહિના વીતી ગયા છતાં હજુ બાળકની ડિલિવરી થઈ નથી. આ મહિલાએ તબીબોનો સંપર્ક કર્યો ત્યારે તેને એમ કહેવામાં આવ્યું હતું કે તેના ગર્ભનો પ્લેસેન્ટા બરાબર ડેવલપ થયો નથી તેના કારણે તેનું બાળક બહાર આવી શકે તેમ નથી.
વાંગ શીનું વજન હાલમાં ૨૫ કિલો વધી ગયું છે. આટલું બધું વજન લઈને હરવું ફરવું તેના માટે સમસ્યા સમાન છે પણ તેનો કોઈ ઈલાજ થઈ શકે તેમ નથી. તે બને તેટલી ઝડપથી બાળકની સુવાવડ કરાવવા માગે છે. વાંગે પોતાના દાવા સાચા છે તે સાબિત કરવા માટે સરકારી હોસ્પિટલમાંથી મળેલાં સર્ટિફિકેટ પણ લોકોને બતાવવા માંડ્યાં છે. જોકે, એક મેડિકલ એક્સપર્ટે તેના દાવાને ફગાવી દીધો છે. એકસપર્ટ તેના દાવાની ચકાસણી કરી રહ્યા છે.