બૈજિંગઃ ચીનના એક ભાઇના મનમાં તસ્કરોનો ભય એવો તે બેસી ગયો છે કે તેમણે પોતાના ઘરને બે સેન્ટીમીટર પહોળી સ્ટીલની પટ્ટીઓની જાળીમાં બંધ કરી દીધું છે. આથી ઘરને જાણે પાંજરામાં પુરી દીધું હોય તેવું લાગે છે. આ ઈમારત ચીનમાં રહેણાંક વિસ્તારમાં બનેલી હોવાથી આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બની છે. મકાનમાલિકની ઓળખ મીડિયા અહેવાલોમાં ગુપ્ત રાખવામાં આવી છે, પણ શેનડોંગ પ્રાંતના યંતાઈ શહેરમાં આવેલું આ ઘર હાલમાં ઈન્ટરનેટ પર ભારે વાઈરલ થયું છે. આ ઘર જોઈને એક ચોરે તો ટુંક સમયમાં જ અહીં ચોરી કરી બતાવવાનો પડકાર ફેંક્યો છે.
આ ઘરને ‘ક્રોજિએસ્ટ એન્ટીથેફ્ટ’ નામ આપવામાં આવ્યું છે. ઘરના માલિક દરવાજાને લોખંડની જાળીથી ઢાંકવાનું ભુલી ગયા છે. કેટલાક લોકો ઈન્ટરનેટ પર ટીખળ કરી રહ્યા છે કે પોલ ડાન્સર્સનો જુસ્સો વધારવા માટે આ ઘર બહેતર પુરવાર થઈ શકે છે. કેટલાક એવી પણ વાતો કરે છે કે ઘરના માલિકે બિલ્ડરોને રોકવા માટે આ કીમિયો કર્યો છે જેથી તેને કોઈ તોડી ન શકે.