ભારતની અગ્રણી એરલાઇન સ્પાઇસજેટે અનોખી અદામાં સોનુ સૂદને સલામ કરી છે. હિન્દી ફિલ્મોમાં વિલનના રોલ્સ માટે જાણીતા સોનુએ મહામારી દરમિયાન ફસાઈ ગયેલા હજારો પ્રવાસી શ્રમિકોને તેમના વતન પહોંચવામાં અને સાથે જ વિદેશોમાં ફસાયેલા ભારતીય સ્ટુડન્ટ્સને પાછા ઘરે ફરવામાં ખૂબ જ મદદ કરી હતી. આ રિયલ લાઇફ હીરોને ટ્રિબ્યૂટ તરીકે સ્પાઇસજેટે સોનુને એક સ્પેશિયલ એરક્રાફ્ટ ડેડિકેટ કર્યું છે. આ સંદર્ભે સોનુએ એક ટ્વિટમાં લખ્યું હતુંઃ ‘રિઝર્વેશન વિનાની ટિકિટ પર મોંગાથી મુંબઈ આવવાનું યાદ છે. આટલો બધો પ્રેમ આપવા બદલ તમામનો આભાર. મારા પેરેન્ટ્સને વધુ મિસ કરું છું.’ ઉલ્લેખનીય છે કે સોનુ એક્ટર બનવાનું સપનું લઈને પંજાબના મોંગાથી મુંબઈમાં શિફ્ટ થયો હતો.