ટોક્યોઃ જાપાનમાં હમણાં એક નવો ટ્રેન્ડ દેખાય છે. એકલતા અનુભવી રહેલા વડીલો અને તકલીફોમાં ફસાયેલા ટીનેજર્સ પોતાની વાતો શેર કરવા લોકોને રેન્ટ ચૂકવીને પોતાનું દિલ ખોલે છે. આ માણસો જે વાતો પરિવાર સાથે થઇ શકતી નથી તે વાતો સરળતાથી ભાડુતી લોકોને કહે છે. જાપાનમાં વાત સાંભવાવાળા પ્રોફેશનલોને ‘ઓસ્સાન’ કહેવાય છે. ઓસ્સાન એક કલાકના હજાર યેન (લગભગ ૭૦૦ રૂપિયા) વસૂલે છે. આમાંના એક છે તાકાનૌબુ નિશિમોતી. તેમની ટીમમાં ૪૫-૫૫ વર્ષના પુરુષો છે. તાકાનોબુ નિશિમોતી જણાવે છે કે, અમારા ક્લાયન્ટમાં મોટી સંખ્યા સ્કૂલ ગર્લની છે. જે સપનાં તૂટવાના કારણે વધારે દુ:ખી હોય છે. તાકાનોબુ કહે છે કે, મારા માટે શોખનું કામ છે. કોન્સેપ્ટને મેં લોન્ચ કર્યો હતો. હું ઇચ્છતો હતો કે લોકો યુવાનોને ગંભીરતાથી સમજે. એ માટે પ્રયોગ કરવામાં આવ્યો હતો. હવે ૬૦ લોકોની ટીમ સમગ્ર દેશમાં સર્વિસ આપે છે.
તાકાનોબુ પ્રમાણે તે દર મહિને ૩૦-૪૦ લોકોને સર્વિસ આપે છે. જેમાં ૭૦ ટકા યુવતીઓ હોય છે. વિવિધ પ્રકારના લોકો મળે છે જેમ કે એક ૮૦ વર્ષની મહિલા મને પાર્કમાં મળે છે. હું તો તેમના દીકરા જેવો થઇ ગયો છું. એક વિદ્યાર્થી હતો જે બિઝનેસમાં કંઇ કરી બતાવવા માગતો હતો પરંતુ તેને કુટુંબનો સપોર્ટ મળતા તે નિરાશ થઇ ગયો. એવી રીતે એક યુવાન કર્મચારી હતો જે જાણવા માગતો હતો કે કંપનીના ડાયરેક્ટર સાથે કેવું વર્તન કરે.
તાકાનુબો કહે છે કે જાપાનમાં લોકો હવે સમાજથી અલગ રહેવા ઇચ્છે છે. લોકો સમાજ સાથે હળીમળીને રહેવાની જગ્યાએ ઘરમાં રહેવાનું પસંદ કરે છે અને પછી નિરાશ થઇ જાય છે. હું લોકોને એટલા તૈયાર કરુ છું કે તે મુશ્કેલીઓનો સામનો કરી શકે અને સમાજમાં પોતાનો સમાવેશ કરી શકે.
જે લોકોએ સર્વિસ લીધી છે તે લોકોનું કહેવું છે કે તે પછી પરિવાર અને મિત્રોની અપેક્ષાઓ ભૂલીને પોતાને વ્યક્ત કરવા લાગ્યા છે. જાપાન જેવા ચુસ્ત સામાજિક બંધનોવાળા દેશોમાં સુખદ બદલાવ છે. ૨૪ વર્ષની નોદોકા હયોદો જણાવે છે કે દરેક સંબંધોમાં મેં પોતાનું સ્થાન બનાવ્યું. પછી મિત્રો હોય, પરિવાર કે બોયફ્રેન્ડ. વાતચીતમાં દરેક વસ્તુ બહાર આવી જાય છે કારણ કે આપણે જેની સાથે વાત કરી રહ્યા છે તેમને આપણે જાણતા પણ નથી. આથી હું પોતાને સારી રીતે સમજી શકી છું. કસ્ટમર સર્વિસ નકલી દોસ્ત, પરિવારના સભ્ય અથવા સંબંધી તરીકે લઇ રહ્યા છે. તેમને લગ્ન, પાર્ટી, કોઇનું મૃત્યુ જેવી બાબતો પર બોલાવે છે. તાકોનોબુ જણાવે છે કે, કેટલીય વખત મેં બધું બંધ કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ પાછળથી અનુભવ્યું કે જેટલી ક્લાયન્ટને મારી જરૂરિયાત છે એટલી મારે ક્લાયન્ટની. ઘણી વાર વિચિત્ર ક્લાયન્ટ મળે છે એટલે ડર પણ લાગે છે, પરંતુ મને દિલચસ્પ લાગે છે અને મારા દરેક લાગણી ભર્યા અનુભવો રહ્યા છે.