ભારતીય જ્વેલર કોટ્ટી શ્રીકાંતે એક જ રિંગમાં સૌથી વધારે હીરા જડીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં નામ નોંધાવ્યું છે. બ્રહ્મકમળનો આકર્ષક આકાર ધરાવતી આ વીંટીમાં ઝવેરીએ ૭,૮૦૧ હીરાનું જડતર કર્યું છે. આ વીંટી માટેની ડિઝાઈનની પ્રક્રિયા પેન્સિલ ડ્રોઈંગ સાથે ૨૦૧૮માં શરૂ કરવામાં આવી હતી. બે વર્ષની ભારે જહેમત બાદ તેમણે આ મનમોહક રિંગનું સર્જન કરવામાં ઝળહળતી સફળતા મેળવી છે. શ્રીકાંતે આ રિંગને નામ આપ્યું છે ‘બ્રહ્મ વજ્ર કમલમ’.