ચેન્નાઇઃ વિજ્ઞાનીઓમાં ભલે એલિયનના અસ્તિત્વ મુદ્દે મતમતાંતર હોય, પણ તમિલનાડુના આ સજ્જનને એલિયનના અસ્તિત્વ અંગે કોઇ શંકા-કુશંકા નથી. આથી જ તો તેમણે અડધા એકરથી વધુ જમીનમાં મંદિર ઊભું કરીને ‘એલિયન’ દેવની મૂર્તિ પણ સ્થાપિત કરી છે. 45 વર્ષીય લોગનાથનનો દાવો છે કે તેણે બે વખત એલિયન સાથે વાત કરી છે અને તેની મંજૂરી પછી આ મંદિર બનાવ્યું છે. તેના મતે એલિયન ભગવાન શિવ દ્વારા બનાવાયેલા પ્રથમ દેવતા છે. તેઓ દુનિયાને આપત્તિમાંથી બચાવી શકે છે કેમ કે તેની પાસે અમર્યાદિત શક્તિઓ છે. તેના મતે એલિયન ભવિષ્યમાં તે ધરતી પર આવશે.