આંધ્ર પ્રદેશના જગવિખ્યાત તીર્થધામ તિરુપતિ મંદિરમાં એક ભક્તે રૂ. ૩.૫ કરોડના હીરાજડિત સુવર્ણ હાથમોજાનું દાન કરાયું છે. ભગવાન વેંકટેશ્વરની હથેળીઓને સજાવવા માટે ૫.૩ કિલોના આ મોજાનું દાન આપનાર ભક્ત એક ઝવેરી છે. પોતાના પરિવારજનોની ઉપસ્થિતિમાં તેણે તિરુપતિ મંદિરના ટ્રસ્ટને આ ગ્લોવ્ઝ સુપ્રત કર્યા હતા. આમાંથી એક હાથના મોજાનું નામ ‘કટિ હસ્તમ્’ અને બીજા હાથના મોજાનું નામ ‘વરદા હસ્તમ’ છે. દાતા ઝવેરીએ જોકે પોતાનું નામ કરવાનું ટાળ્યું છે.