ઇથિયોપિયાના ટિગ્રે પ્રદેશમાં હોજેન ડિસ્ટ્રિક્ટમાં પથ્થરની એક જ વિશાળકાળ શિલાને કાપીને બનાવવામાં આવેલું (મોનોલિથિક) ચર્ચ છે અબુના યેમાતા ગુહ. આ ચર્ચ 2580 મીટરની ઊંચાઇએ આવેલું છે અને તેનું પ્રવેશદ્વાર તમે લાલ વર્તુળમાં જોઇ શકો છો. અહીં પહોંચવા માટે પદપાળા યાત્રા સિવાય કોઇ વિકલ્પ નથી. જમીનથી 8460 ફૂટની ઊંચાઇએ આવેલા અબુના યેમાતા ગુહ ચોક્કસપણે આ ધરતી પર આવેલું દુર્ગમ પૂજા સ્થળ છે. ઉલ્લેખનીય છે કે આ ચર્ચની દીવાલો અને ગુંબજમાં જોવા મળતા શાનદાર પેઇન્ટિંગ પાંચમી સદીમાં બનેલા છે. અબુના યેમાતા ચર્ચિત ‘નવ સંતો’માંના એક હતા.