ફિલ્મ દોસ્તીના ગીત "મેરી દોસ્તી, મેરા પ્યાર"ની યાદ અપાવતી આ તસવીરમાં દેડકાઅો અને મગરમચ્છની દોસ્તી નજરે પડે છે. ઇંડોનેશીયાના ટાંગેરંગ વિસ્તારમાં મગર અને દેડકાની આ તસવીર ટાંટો યેન્સેન નામના ૩૬ વર્ષના ફોટોગ્રાફરે લીધી હતી. માની ન શકાય એવી આ તસવીરને જોઇને લોકો શંકા કરશે એવી ખાતરી હોવાથી જેવા દેડકાઅો મગર ઉપર સવારી કરવા એકત્ર થયા કે ટાંટેએ તેમની તસવીરો લેવાનું શરૂ કર્યું હતું. તે પછી તો દેડકાઅો મગરની પીઠ ઉપર એક પછી એક સવાર થવા લાગ્યા હતા અને બધા દેડકા પોતાની પીઠ પર સવાર થઇ ગયા બાદ મગર રાજાએ ચાલવા માંડ્યું હતું અને મિત્રોને સવારીનો લાભ આપ્યો હતો.
કાશ આપણે સૌ પણ મિત્રતાના પાઠ ભણી શકીએ?