પીએમ આવાસમાં ‘દીપજ્યોતિ’નું આગમન

Saturday 21st September 2024 03:05 EDT
 
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાનમાં એક નવા મહેમાનનું આગમન થયું છે. એક ગાયે તેમના આવાસમાં વાછરડીને જન્મ આપ્યો છે. તેઓ અત્યંત પ્રેમ સાથે આ વાછરડીને લાડ લડાવતા તસ્વીરમાં દેખાઇ રહ્યા છે. આ વાછરડીના કપાળે જ્યોતિનું ચિહ્ન હોવાથી વડાપ્રધાને તેનું નામકરણ ‘દીપજ્યોતિ’ કર્યું છે. ભારતના સર્વોચ્ચ સત્તાધિશ અને નવજાત મહેમાનનો એકમેક પર હેત વર્ષાવતો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો છે. તમે પણ ગુગલમાં આ લિન્ક https://bit.ly/4gnaBk5 સર્ચ કરીને વીડિયો નિહાળી શકો છો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter