પુષ્કરમાં મેઘરાજાનું પરંપરાગત સ્વાગત

Saturday 13th July 2024 11:33 EDT
 
 

રાજસ્થાનના પુષ્કરમાં મેઘરાજાના વધામણાં અનોખી રીતે થાય છે. મોસમનાં પ્રથમ વરસાદ બાદ લોકો ભરાયેલા પાણી ઉપર ઓઢણી ઓઢાડીને મંગળ ગીતો ગાય છે. આ સાથેની તસવીર પુષ્કર નજીક મોતીસર ગામની છે, જ્યાં પ્રથમ વરસાદ બાદ ગ્રામજનો ખેતરના પથારામાં ભરાયેલાં પાણી ઉપર ચુંદડી ઓઢાડીને વરસાદના પાણીનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે. આ ધાર્મિક માન્યતા પાછળ ગામલોકોનું કહેવું છે કે આમ કરવાથી વર્ષ દરમિયાન ક્યારેય પાણી ખૂટતું નથી, અને ખેતરોમાં હંમેશા લીલીછમ હરિયાળી છવાયેલી રહે છે. પુષ્કરના અરણ્ય વિસ્તારના અનેક ગામડામાં સૈકાઓ પુરાણી આ પરંપરાને નિભાવવામાં આવે છે. પાણીને જળદેવતા માની તેમનો સત્કાર કરવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter