ઓકલેન્ડઃ ન્યૂ ઝીલેન્ડના આ શહેરમાં અનોખી ઘટના બની છે. આ શહેરની એક કમ્યુનિટી લાઇબ્રેરીમાં સ્થાનિક મહિલા સભ્યે છેક ૬૭ વર્ષ પછી પુસ્તક પરત કર્યું છે. મહિલા ૧૭ ડિસેમ્બર, ૧૯૪૮ના રોજ લાઇબ્રેરીમાંથી આ પુસ્તક વાંચવા લઈ ગઈ હતી. પુસ્તકની સાથે ચોંટાડેલી ચબરખીમાં તારીખનો સિક્કો પણ મોજુદ છે. રસપ્રદ વાત એ છે કે લાઇબ્રેરીએ મહિલા પાસેથી દંડ વસુલ્યો નહોતો કારણ કે પુસ્તક લેતી વખતે તે બાળક હતી અને લાયબ્રેરીના નિયમ મુજબ બાળકો પાસેથી લેટ ફી વસુલવામાં આવતી નથી. આથી વૃદ્ધ મહિલા પાસેથી કોઈ દંડ લેવાયો નહોતો.