ઉત્તરપ્રદેશના બિજનૌરમાં જલીલપુર વિસ્તારમાં રહેતા જુનૈદ સૈફી નામના એક યુવકે એક અનોખી મોડિફાઇડ બાઇક બનાવી છે, આ બાઇકની વિશેષતા એ છે તે લાકડામાંથી બનાવવામાં આવી છે. જુનૈદે સૌપ્રથમ ઈન્ટરનેટનો ઉપયોગ કરીને ખાંખાખોળા કરીને લાકડાની સાઈકલ બનાવી. તેમાં સફળતા મળ્યે લાકડાની બાઇક બનાવવાનું સપનું જોયું. જુનૈદે જૂની ફેશનની બાઇક ખરીદી અને તેને સંપૂર્ણપણે લાકડાની બાઇકમાં બદલી નાખી છે. ત્રણ મહિનાની મહેનત પછી તેણે બુલેટ જેવી દેખાતી લાકડાની બાઇક તૈયાર કરી, જે જોવામાં ખૂબ જ સુંદર છે.