અમેરિકાનાં મિનેસોટામાં રહેતી ૨૯ વર્ષીય જોહાના વોટકિન્સ એક અજબ પ્રકારની બીમારીને લીધે પતિ સ્કોટને ‘કિસ’ નથી કરી શકતી. તે પતિ સાથે એક રૂમમાં પણ નથી રહી શકતી. આમ કરવાથી જોહાનાનાં જીવને જોખમ છે. વાસ્તવમાં તેને એક દુલર્ભ કહી શકાય તેવી બીમારી છે. જેને ‘માસ્ટ સેલ એક્ટિવેશન સિન્ડ્રોમ’ કહેવામાં આવે છે. તેને લગભગ દરેક વસ્તુથી એલર્જી છે. ત્યાં સુધી કે પોતાના પતિના શરીરની વાસથી પણ.
જોહાના અને સ્કોટની એકબીજા સાથે સમય પસાર કરવાની રીત ઘણી અલગ છે. ત્રીજા માળે જોહાના રહે છે અને ભોયતળિયે તેમનાં પતિ જ્યારે પણ તેમણે કોઈ ફિલ્મ કે બીજો કોઈ શો જોવાની ઈચ્છા થાય તો તેો તેમનાં લેપટોપ પર તે જુએ છે. એકબીજા સાથે વાતચીત કરવા માટેતેઓ એસએમએસનો ઉપયોગ કરે છે.
ભાઈ બહેનની એલર્જી નહીં
જોહાનાને પોતાનાં ભાઈ અને બહેનથી એલર્જી નથી. જોહાનાના ઓરડામાં પ્રવેશતાં પહેલા તે ગરમ મસાલેદાર ભોજન નથી લેતાં અને ખાસ પ્રકારના સાબુથી નહાય છે. જોહાનાનાં ઓરડામાં જતાં પહેલાં તેઓ માસ્ક લગાવે છે અને એજ કપડાં પહેરે છે જે પહેલાંથી જ જોહાનાનાં ઓરડામાં રાખવામાં આવ્યાં હોય છે. આટલી સાવચેતી રાખવાં છતાં પણ જોહાનાની તબિયત ખરીબ થઈ જાય છે.
ઈલાજ થશે કે નહીં તે ખબર નથી
આ બીમારી સામે ઝઝુમનારને દવાઓ અપાય છે, પણ જોહાના પર દવાની કોઈ અસર થતી નહોતી બંનેને હજી પણ ખબર નથી કે તેમની હાલતમા સુધારો થશે કે નહીં. તેણીના પતિ કહે છે કે એક રીતે તે જોહાનાનો જીવ બચાવી શકે તેમ છે. અને તે એ કે તેણીને મળવાનું જ બંધ કરી દે. જો કે હાલમાં તો તેમની પાસે રાહ જોવા સિવાય કોઈ ઉપાય નથી. સ્કોટ એક શિક્ષક છે. અને કામ પરથી ઘેર પાછા આવીને તે રોજ જોહાના માટે રસોઈ બનાવે છે. જોહાનાને અત્તર, ડુંગળીની વાસ, પિઝાની સુગંધ, સિગારેટની ગંધ જેવી દરેક વસ્તુથી જબરજસ્ત એલર્જી છે.
શું છે આ બીમારી?
જોહાનાનાં રૂમમાં બારી દરવાજા વગેરે બધું બંધ રહે છે. હવાને સાફ કરવા માટે એર પ્લોરિફાયરને લગાવવામાં આવ્યું છે. તેણીને ગંભીર કહેવાય એવાં ‘માસ્ટ સેલ એક્ટિવેશન સિન્ડ્રોમ’ છે. તે કારણે બહારના કીટાણુઓથી બચાવતાં સેલ (કોષ) તેના શરીરને નુકસાન પહોંચાડવા લાગે છે. આ બીમારીનાં લક્ષણો દરેક વ્યક્તિમાં અલગ અલગ હોઈ શકે છે. પરંતુ જોહાનની બીમારી એટલી ગંભીર છે કે તેણીને કોઈપણ વસ્તુથી તેનો જીવ જોખમમાં મૂકવાની શક્યતા છે. વર્ષ ૨૦૧૩માં તેણીનાં લગ્ન થયાં હતાં. તે દરમિયાન તેણીના શરીર પર નિશાન, પેટની ખરાબી અને માથાનો દુખાવો રહેતો હતો. લગ્ન પછી તેણીની તકલીફો વધી ગઈ. ક્યારેક તો તેણીનાં પતિનું મોં પાસે રાખવાથી પણ તેણીને ખાંસી આવતી હતી. પરંતુ વર્ષ જતાં તે બંનેને એ વાતનો અહેસાસ થયો કે બંને માટે એકબીજાની નજીક આવવું લગભગ અશક્ય થઈ ગયું. સ્કોટના રૂમમાં પ્રવેશતાંની સાથે જ જોહાનાની તબિયત ખરાબ થઈ જતી હતી. એ કોઈ એટેક (હુમલા) જોવું લાગતું હતું. જો કે સ્કોટની પહેલાં જોહાનાને પોતાના માતાપિતાથી પણ એલર્જી થઈ ચૂકી હતી.