વોશિંગ્ટનઃ અમેરિકાના ઓરેગોનની એલિઝાબેથ એન્ડરસન સિએરા બે બાળકોની માતા છે, છતાં તેમણે હજારો બાળકોનું પેટ ભર્યું છે. એટલું જ નહીં પ્રિમેચ્યોર બાળકોના જીવન બચાવવામાં પણ ઘણી મદદ કરી છે. હકીકતમાં તેઓ બ્રેસ્ટ મિલ્કનું દાન કરે છે.
એલિઝાબેથ અત્યાર સુધીમાં 1,599.69 લિટર બ્રેસ્ટ મિલ્કનું દાન કરી ચૂક્યાં છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. આ માટે તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. એલિઝાબેથ 9 વર્ષથી નવજાત શિશુઓને સ્તનપાન કરાવે છે. એલિઝાબેથ હાઇપર લેક્ટેશન સિન્ડ્રોમ નામની બીમારીથી પીડાઇ રહ્યા છે. આ દુર્લભ બીમારીને કારણે શરીરમાં વધુ પડતા પ્રોલેક્ટીનને કારણે સતત બ્રેસ્ટ મિલ્ક બનતું રહે છે. એલિઝાબેથે જણાવ્યું હતું કે આ બીમારીને મારી તાકાત બનાવી દીધી છે. અત્યાર સુધીમાં આજ મેં 1599.69 લિટર દૂધનું સ્તનપાન કરાવીને એક રેકોર્ડ બનાવ્યો છે. મને આશા છે કે મારી કહાની અને આ રેકોર્ડ, સ્તનપાન કરતાં દાતાઓને પ્રોત્સાહિત કરશે.