બિજિંગઃ ચીનમાં કામમાં નબળો દેખાવ કરવા બદલ કંપનીના માલિકે પોતાના કર્મચારીઓને કંપનીના અન્ય કર્મચારીઓ સામે ડંડાથી માર મારવાની ઘટના સામે આવી છે. માલિકે પોતાના આઠ કર્મચારીઓને સ્ટેજ પર બોલાવી ઊભા રાખ્યા હતા. તેમના પર પહેલાં ગુસ્સે થયા બાદ સાથળ પર સતત લાકડીઓ મારવાનું શરૂ કર્યું હતું. ટોચની વેબસાઇટ અનુસાર આ ઘટના ચીનના સાંકઝીની છે. એવું કહેવાયું હતું કે આ કર્મચારીઓ સખત મહેનત કરતા હતા. લાકડી એટલી ગુસ્સામાં મારવામાં આવી હતી કે, એક મહિલા કર્મચારીને ભયંકર દુખાવો થયો અને તે સ્ટેજ પરથી નીચે પડતાં બચી ગઈ હતી. જોકે સાંકઝીની ચાંગ્ઝી ઝાંગ એગ્રકલ્ચર એન્ડ કમર્શિયલ બેંકના બોસના આ કારસ્તાનની ક્લિપ વાઈરલ બની છે. બેંકના બોસે ૪-૪ વખત ડંડાથી માર માર્યો હતો
વીડિયોમાં શું છે?
જે વીડિયો સામે આવ્યો છે તેમાં આઠ કર્મચારી સેટેજ પર ઊભા છે તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે તેમના સાથી કર્મચારીઓ સામે ઓડિયન્સની જેમ ખુરશી પર બેઠેલા નજરે પડી રહ્યાં છે. આ સ્થળ કોઈ હોટેલ કે બેન્કિવટની જેવું લાગી રહ્યું છે. મારતા પહેલાં આ બોસે બધાને કાંઈક કહ્યું અને જાડા ડંડાથી કર્મચારીઓને મારવાનું શરૂ કર્યું હતું. બેઠેલા કર્મચારીઓ આ દૃશ્યને મૂગા મોઢે આ બધું જોઈ રહ્યા હતા, પરંતુ તેઓના ચહેરા પર ભય અવશ્ય દેખાઈ રહ્યો હતો. જ્યારે માર ખાનારા કર્મચારીઓ દુખાવાને કારણે બૂમો પાડી રહ્યા હતા. ચીની મીડિયા અનુસાર આ કર્મચારીઓને મહેનતથી કામ ન કરવાને કારણે માર મારવમાં આવ્યો હતો. પીપલ્સ ડેઈલી નામની સાઈટના અહેવાલ અનુસાર એક સમય એવો પણ આવ્યો હતો કે મહિલા કર્મચારી મારને કારણે સ્ટેજ પરથી નીચે પડતાં પડતાં રહી ગઈ હતી.
પહેલાં પણ આવી સજા અપાઈ હતી
ચીનમાં મેનેજમેન્ટ દ્વારા કર્મચારીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર પહેલીવાર થયો નથી. ઓક્ટોબર ૨૦૧૫માં સેલ્સ ટાર્ગેટ પૂરો ન થવાને કારણે એક કંપનીના બોસે પોતાના કર્મચારીઓને ૨૩ એકરમાં ફેલાયેલી રુઈ ઝીલના ચારે તરફ હાથેથી કે ઘૂંટણિયે ચાલવાની સજા કરી હતી. નજરે જોનારા સાક્ષીઓ અનુસાર અમાનવીય સજા દરમિયાન ઘણા કર્મચારીઓના પેટ પર ઘસરકા પડ્યા હતા અને શર્ટ ફાટી ગયા હતા.