બેંગ્લૂરુમાં સતીશ નામના એક ડોગ બ્રિડરે અધધધ રૂ. 20 કરોડની કિંમતનો દુર્લભ કોકેશિયન શેફર્ડ કૂતરો ખરીદ્યો છે. આ નસલના કૂતરા જ્યોર્જિયા, આર્મેનિયા, અઝરબૈજાન, ઓસેટિયા, દાગેસ્તાન અને રશિયામાં જોવા મળે છે. બેંગ્લૂરુમાં એક કેનલના માલિક સતીશનો આ કૂતરો સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. તેની ઉંમર દોઢ વર્ષની છે અને વજન 70 કિલો છે. કૂતરાની આ બ્રિડ ખૂબ જ ફ્રેન્ડલી અને સ્વભાવે નિડર મનાય છે. સતીશે તેને ‘કૈડબોમ હૈદર’ નામ આપ્યું છે. ભારતમાં મોંઘી કિંમતના કૂતરાની આયાત કરવા માટે જાણીતા સતીશ પહેલીવાર ભારતમાં કોરિયાઈ માસ્ટિક બ્રિડના કૂતરા લઈ આવ્યા હતા, જેની આયાત ચીનથી કરવામાં આવી હતી.