લંડન: તમારી ચલણી નોટો, કાગળો અને દસ્તાવેજો પર હજારોની સંખ્યામાં જીવલેણ બેક્ટેરિયા ઊભરાતા હોય તો હવે ચેતજો, આવા જીવલેણ બેક્ટેરિયા તમને હજારો રોગોના શિકાર બનાવી શકે છે. સંશોધકોને ૧ ડોલરની બેન્કની નોટો પર ૩૦૦૦ જેટલા જીવલેણ બેક્ટેરિયા મળી આવ્યા હતા. બેન્કની નોટો પર કિલર બેક્ટેરિયા, ડ્રગ્સ અને વ્હાઈટ રાઈનોના ડીએનએન હોય તો પણ આશ્ચર્ય પામશો નહીં. કેટલીક નોટો પર કાગળો પર ખીલ થાય તેવા બેક્ટેરિયા હોવાનું સંશોધકોને જણાયું છે. ઓછા મૂલ્યની ચલણી નોટો પર આવા બેક્ટેરિયાનો ભંડાર હોય છે. પોલિમરની નોટો કરતાં કોટન બેઝ્ડ નોટો પર બેક્ટેરિયા વધારે હોય છે.
અલગ અલગ બેક્ટેરિયા
આવી નોટ પર જણાયેલા કેટલાક બેક્ટેરિયા ન્યુમોનિયા, ગેસ્ટ્રિક અલ્સર, ફૂડ પોઈઝનિંગ અને ઈન્ફેક્શન જેવા રોગો ફેલાવનારા હતા. કેટલીક નોટો પર તેમને વ્હાઈટ રાઈનો જેવા પ્રાણીઓના ડીએનએના અંશો હોવાનું જણાયું હતું. એક ડોલરની નોટોનું સરેરાશ આયુષ્ય ૫.૮ વર્ષનું હોય છે અને ૧૦૦ ડોલરની નોટોનું સરેરાશ આયુષ્ય ૧૫ વર્ષું હોય છે. આ હિસાબે તે એકના હાથમાંથી બીજા હાથમાં જતાં કેટલાં બેક્ટેરિયા ફેલાવતી હશે તેનો અંદાજ માંડી જુઓ.
પોલિમર પર બેક્ટેરિયા ઓછો ત્રાસ
કેટલાક બેક્ટેરિયા એવા હતા કે જે એન્ટિબાયોટિક્સની પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવતા હતા. ડો. જેન કાર્લટને જણાવ્યું હતું કે ચલણી નોટો પર આવા જીવલેણ બેક્ટેરિયા હજારોની સંખ્યામાં હતા. જુદા જુદા ૧૦ દેશોની ચલણી નોટોનો અન્ય કાગળો, દસ્તાવેજોનો અભ્યાસ કરાયો હતો. જેમાં પોલિમરની ને પ્લાસ્ટિકની નોટો પર આવા બેક્ટેરિયાનું પ્રમાણ ઓછું હતું જ્યારે કોટન બેઝ્ડ કે કાગળની નોટો પર બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હતું.
૩૦૦૦ પ્રકારના બેક્ટેરિયા
રોજબરોજના જીવનમાં હવે ચલણી નોટો રોજ એકના હાથમાંથી બીજાના હાથમાં જાય છે. આવી નોટો પર ૩૦૦૦ પ્રકારના જુદા જુદા બેક્ટેરિયા અસ્તિત્વ ધરાવતા હોય. છે. જેમાંના કેટલાક કિલર અને જીવલેણ હોય છે. જેનાથી સજાગ રહેવું જરૂરી છે. એનવાયયુ સેન્ટર ફોર જિનોમિક્સ એન્ડ સિસ્ટમ્સ બાયોલોજી દ્વારા સંશોધનમાં ૧ ડોલરની નોટ પર આવા જુદા જુદા ૩૦૦૦ બેક્ટેરિયા હોવાનું જણાયું હતું.
દેશના આર્થિક વિકાસ સાથે બેક્ટેરિયાનો નાતો
સંશોધકોને જણાયું હતું કે દેશના આર્થિક વિકાસ અને બેક્ટેરિયાને સંબંધ છે. જેમ આર્થિક વિકાસ ઓછો તેમ નોટો પર બેક્ટેરિયાનું પ્રમાણ વધારે, જે ચલણી નોટોનું સર્ક્યુલેશન વધારે તેમ તેના પરના બેક્ટેરિયાની સંખ્યા વધારે હોવાનું જણાયું હતું.