ફુસિલિયર લિવેલિન નામની એક બકરીને અત્યંત કડક પ્રવેશ પરીક્ષા અને ચકાસણી બાદ સત્તાવાર રીતે બ્રિટિશ આર્મીમાં સમાવવામાં આવી છે. એટલું જ નહીં, એમાંની રોયલ વેલ્સ રેજિમેન્ટમાં એને મહત્ત્વનો એક હોદ્દો પણ આપવામાં આવ્યો છે. ભરતી થયા બાદ એને બેઝિક ગોટ ટ્રેઇનિંગ પણ આપવામાં આવેલી અને હવે એને ગોટ મેજરની પદવી અપાઇ છે. રોયલ બ્રિટિશ આર્મીમાં બકરીને સ્થાન આપવાની પરંપરા ઈ.સ. ૧૭૭૫માં શરૂ કરવામાં આવી હતી. એ વખતે અમેરિકન રિવોલ્યુશન વોરમાં એક જંગલી બકરી સૈન્યમાં ધસી આવી હતી અને એણે સૈન્યને સલામતીનો રસ્તો બતાવ્યો હતો. એનાં વર્ષો પછી ૧૯મી સદીમાં પર્શિયાના શાહે રાણી વિક્ટોરિયાને રોયલ ગોટ ભેટમાં આપી હતી. અત્યારની ફુસિલિયર લિવેલિન બકરી ઇંગ્લેન્ડના વિલ્ટશર પરગણામાં આવેલી લખનઉ બેરેક્સ નામના રેજિમેન્ટ બેઝમાં રહેશે. આ વર્ષે એપ્રિલમાં યોજાનારી પરેડમાં પણ આ ફુસિલિયર લિવેલિન બકરી સામેલ થશે.