ભારતનો સૌથી લાંબો રિવર રોપ-વે આસામમાં શરૂ

Sunday 30th August 2020 15:26 EDT
 
 

આસામના ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદી ઉપર ભારતનો સૌથી લાંબો રોપ-વે શરૂ થયો છે. આ રોપ-વે લોકોને ગુવાહાટી કચેરી ઘાટથી ઉત્તર ગુવાહાટી સુધી માત્ર આઠ મિનિટમાં પહોંચાડશે. સડક માર્ગે જવામાં ૨૪.૪ કિલોમીટરનું અંતર થાય છે. અને એક કલાક સમય લાગે છે. આ રોપ-વેને કારણે સ્થાનિક લોકો આરામથી અવરજવર કરી શકશે. લોકોને નિયમિત જવા-આવવા માટે દૈનિક, સાપ્તાહિક અને માસિક પાસની સુવિધા પણ ઉભી કરાઇ છે. ૫૬ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થયેલા આ રોપ-વે પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ૧૧ વર્ષથી ચાલતું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter