ન્યૂ યોર્ક: નાસા દ્વારા લેવામાં આવેલી નવી તસવીરોમાં મંગળ પર એલિયન્સનું ઘર દેખાયાનો દાવો કરાયો છે. દાવો એલિયન્સના અસ્તિત્વ અંગે તપાસ કરી રહેલા યુએફઓ હંટર્સે કર્યો છે. નાસાના સ્પિરિટ રોવરે ફોટો ૨૯ જૂને લીધો હતો. અંદાજે એક સપ્તાહ પહેલાં યુએફઓ હંટર્સે માર્સ પર એલિયન દેખાવાનો દાવો કર્યો છે. યુટ્યુબ ચેનલ Luxor2012UFOએ નાસાના ફોટોમાં મકાનનું સ્ટ્રક્ચર દેખાયાનો દાવો કર્યો છે. યૂટ્યૂબ ચેનલ પર અપલોટ કરવામાં આવેલી ક્લિપમાં મંગળ ગ્રહ પર એક પથ્થરનો ટુકડો દેખાઈ રહ્યો છે. નજીકથી જોતાં તે એક મકાન જેવો દેખાય છે. સાથે તેમાં એક દરવાજો પણ દેખાઈ રહ્યો છે.
કોન્સેપિરેન્સી થ્યોરિસ્ટ તેને એલિયન્સ અથવા તેના જેવા સ્પશિઝનું ઘર હોવાનું કહી રહ્યાં છે. ufosightingsdaily વેબસાઈટના સ્કોટ સી વેયરિંગની બ્લોગ પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે આ હકીકત છે. વેયરિંગનો દાવો છે કે ફોટોમાં દેખાતો દરવાજો ૩થી ૬ ઈંચ મોટો છે.
મંગળ ગ્રહવાસી દેખાયાનો દાવો
એક સપ્તાહ પહેલાં ક્યુરોસિટી રોવર્સે લીધેલી માર્સના એક ફોટોગ્રાફમાં એલિયન દેખાયાનો દાવો કર્યો હતો. યુટ્યૂબ યુઝર પેરાનોર્લ ક્રુસિબલે દાવો કર્યો હતો કે, પથ્થરના કિનારે દેખાતી નાની વસ્તુ માણસ જેવો દેખાતો એલિયન છે. જેને એક દાયકા પહેલાં ચિલીના અટાકામા ડેઝર્ટમાંથી મળેલા ૬ ઈંચના અનોખા સ્કલ્ટનની પ્રજાતિનો ગણાવવામાં આવ્યો હતો.