નેધરલેન્ડની એક ડચ કંપની લૂપ બાયોટેકે મશરૂમના મૂળિયાં ધરાવતા માયસેલિયમ અને કુદરતી રેસાંઓ વડે કોફિન બનાવ્યાં છે. પરંપરાગત લાકડાના કોફિનને માટીમાં ભળી જવામાં વર્ષો લાગી શકે છે, પરંતુ આ મશરૂમ કોફિન અનોખા છે. તે બાયોડિગ્રેડેબલ હોય છે અને મૃતદેહના અવશેષોને દોઢેક મહિનામાં તો ખાતર બનાવીને માટીમાં ભેળવી દે છે. આ પ્રકારના કોફિનનો ઉદ્દેશ મૃતકના સન્માનજનક અંતિમ સંસ્કારની સાથે સાથે પર્યાવરણને પણ લાભ કરાવવાનો છે.