કેરળની સરહદ પર તમિલનાડુના નીલગીરી જિલ્લાના ગુડલરના શ્રી શંકરન્ કોવિલ મંદિરમાં ભક્તોના પૂજનઅર્ચન માટે રોબોટિક હાથી તહેનાત કરાયા બાદ શ્રદ્ધાળુઓમાં ઉત્સુકતાનું મોજું ફરી વળ્યું છે. શ્રદ્ધાળુઓ તેને જોવા અને તસવીર લેવા માટે પહોંચી રહ્યા છે. 11 ફૂટ લાંબા અને 800 કિલો વજન ધરાવતા આ હાથીનું નામ શ્રી શિવશંકર હરિહરન છે. વોઈસ ફોર એલિફન્ટસ કેરળના તમામ મંદિરોમાં આ પ્રકારના હાથી ઉપલબ્ધ કરાવવાની યોજના ધરાવે છે.