ધાર (મધ્ય પ્રદેશ): સાત વર્ષ પહેલા ફ્રાંસના પેરિસ શહેરથી મધ્ય પ્રદેશમાં ફરવા આવેલી ૩૩ વર્ષીય મેરી હવે સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિમાં રંગાઈ ગઈ છે. માંડૂના પ્રાચીન કિલા સહિત અનેક પ્રાચીન ધરોહરનો ઇતિહાસ ગાઇડ પાસેથી ફ્રેન્ચ ભાષામાં સાંભળતા સાંભળતા ફ્રાન્સની ટીચર મેરીને ભારતીય ગાઇડ સાથે પ્રેમ થઈ ગયો. અને હિન્દી ભાષા જાણતી આ વિદેશી મહિલાએ ભારતીય ગાઇડ ધીરજ સાથે લગ્ન કરી લીધા છે. અને હવે તે સાત વર્ષથી માંડૂમાં જ વૈવાહિક જીવન માણે છે. તે માંડૂમાં રહીને ફ્રાન્સના બાળકોને ઓનલાઈન ભણાવે છે.
મેરીની માતા પણ ખુદ શિક્ષિક છે અને તેના પિતા ડોક્ટર છે. માતા પણ ભાગ્યુંતૂટ્યું હિન્દી બોલી લે છે. મેરી ભારતીય પરિધાન સાડી અને સલવાર કૂરતા પહેરવામાં ગૌરવ મહેસૂસ કરે છે. તે આજે પણ પેરિસના બાળકોને ઓનલાઇન ભણાવે છે અને નોટસ બનાવીને પણ મોકલે છે. તે તેના બંને બાળકોને પણ હિન્દી અને ફ્રેન્ચ શીખવી રહી છે. ધીરજ સાથે લગ્ન કર્યાં બાદ માંડૂમાં રહેતી મેરીને બે બાળકો પણ છે. એકનું નામ કાશી છે જ્યારે બીજાનું નામ નીલ છે. એકનો જન્મ દિલ્હીમાં થયો હતો તો બીજાનો કોચ્ચીમાં થયો છે. મેરી ઘરની સાફસફાઈથી માંડીને રસોઇ સુધીના કામ તમામ કામ જાતે જ કરે છે. મેરી કહે છે કે, તેના તે તેના બાળકોને ૧૦ વર્ષ સુધી શાળાએ નહીં મોકલે અને ખુદ જ ભણાવશે ત્યારબાદ સ્કૂલ મોકલશે.
મેરીની પસંદ સાડી અને સલવાર સૂટ
મેરી ખૂબ સારી રીતે દેશી રંગમાં રંગાઈ ગઈ છે. તેને સલવાર સૂટ પહેરવાનું સૌથી વધુ પસંદ છે. આ સિવાય તે કોઈ જાહેર કાર્યક્રમમાં જાય તો સાડી પહેરવાનું પસંદ કરે છે. મેરી કહે છે કે ખરેખર અહીંના લોકોનો પરિધાન એકદમ સંસ્કારી અને ગરિમાપૂર્ણ છે, જે અપનાવીને મને એક અલગ જ અનુભૂતિ થાય છે.