મુંબઈઃ મુંબઈના કાંદિવલીમાં રહેતી ઉચ્ચ શિક્ષિત ટિવન્સ બહેનો રિંકી અને પિંકીએ અંધેરીના અતુલ નામના એક જ મૂરતિયા સાથે લગ્ન ઘરસંસાર માંડ્યો છે. બન્ને બહેનો જાણીતી કંપનીમાં ઊંચા વેતને જોબ કરે છે જ્યારે અતુલ ટેક્સીચાલક છે.
આ અજબગજબનો લગ્નપ્રસંગ સોલાપુર જિલ્લાના અકલુજ ગામે યોજાયો હતો ઘણાવર્ષો પહેલાં એક હિન્દી ફિલ્મ આવેલી ‘એક ફૂલ દો માલી’. જ્યારે આ કિસ્સામાં ફિલ્મના ટાઈટલથી વિપરિત ‘દો ફૂલ એક માલી’નો તાલ સર્જાયો છે.
રિંકી અને પિંકી બંને ઉચ્ચ શિક્ષિત હોવાથી મોટી કંપનીમાં ઊંચા પગારે નોકરી કરે છે. બંને એકબીજા વગર રહી જ શકતી નથી. થોડાક સમય પહેલાં એવું બન્યું કે બંને બહેનો અને તેમની માતા ખૂબ બીમાર પડી ગયા હતા. આ સમયે ટેક્સીચાલક અતુલ તેમને બહુ મદદરૂપ થયો હતો. તેણે તાબડતોડ ત્રણેયને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને ખૂબ સેવા કરીને સાજા કર્યા હતા. અતુલની આ નિસ્વાર્થ સેવાથી બંને બહેનો અતુલના પ્રેમમાં પડી હતી અને પછી તેની સાથે જ સહિયારો સંસાર માંડવાનું નક્કી કર્યું હતું.
દરમિયાન વરરાજા અતુલ સામે અકલુજ પોલીસ સ્ટેશનમાં ઈન્ડિયન પિનલ કોડની કલમ 494 હેઠળ એનસી (નોન કોગ્નીઝીબલ)ની નોંધ કરવામાં આવી છે.