કાનપુરઃ કોમી એખલાસનું એક અનોખું ઉદાહરણ આપતાં ઉત્તર પ્રદેશનાં કાનપુરના એક મુસ્લિમ મહિલાએ હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણને ઊર્દૂમાં લખીને ફરી એક વાર ગંગા-જમુના સભ્યતાનો પરિચય આપ્યો છે.
કાનપુરના પ્રેમનગર વિસ્તારમાં રહેતા ડો. માહી તલત સિદ્દીકીએ ઊર્દૂમાં રામાયણ લખીને તમામ સમુદાયોમાં સુમેળભર્યા સંબંધોનું ઉદાહરણ રજૂ કર્યું છે. હિન્દુઓ ઉપરાંત મુસ્લિમ સમુદાયને પણ રામાયણની વિશેષતાઓ વિશે જાણકારી મળે તેવા હેતુ સાથે ડો. માહીને આ વિચાર આવ્યો હતો.
બે વર્ષ પહેલાં કાનપુરના બદ્રીનારાયણ તિવારીએ આપેલી રામાયણ પુસ્તકની નકલના અભ્યાસ બાદ ડો. માહીએ ઊર્દૂમાં રામાયણ લખવાનો નિર્ણય કર્યો હતો. દોઢ વર્ષના અંતે તેમણે આ પુસ્તક તૈયાર કર્યું છે.