બેંગલુરુઃ નેશનલ એરોસ્પેસ લેબોરેટરી (એનએએલ)એ ઇતિહાસ રચ્યો છે. એનએએલે કર્ણાટકના ચિત્રદુર્ગમાં સૌર ઊર્જાથી ચાલતા સ્વદેશી સ્યૂડો સેટેલાઈટનું પહેલું સફળ પરીક્ષણ કર્યું છે. આ એક અનમેન્ડ એરિયલ વ્હીકલ (યુએવી) છે, જેની મદદથી સીમાવર્તી ક્ષેત્રોમાં ભારતની સર્વેલન્સ અને મોનિટરિંગ ક્ષમતા વધશે.
12 મીટર લાંબા પંખાવાળા અને 23 કિલો વજનના યુએવીના પરીક્ષણ સાથે જ ભારતનું નામ એવા જૂજ દેશોની યાદીમાં સામેલ થઇ ગયું છે તે યુએવી બનાવવા સક્ષમ છે. સૌર ઊર્જાથી ચાલવાને કારણે આ યુએઇવી કેટલાક મહિનાઓથી લઈને આખું વર્ષ આખું હવામાં ઉડતું રહી શકે છે. હાઈ-એલ્ટિટ્યૂડ સ્યૂડો વ્હીકલ (એચએપીએસ) જમીનથી 18-20 કિમીની ઊંચાઈ પર ઊડી શકે છે, જે કોમર્શિયલ પ્લેનની સરખામણીએ બમણું છે.
એનએએલના ડિરેક્ટર અભય અનંત પશિલકરે કહ્યું કે આવતા મહિના સુધીમાં આને હજુ વધુ વિકસિત કરવામાં આવશે, તે પછી આ યુએવી 24 કલાકની ફ્લાઇટ પરીક્ષણ માટે તૈયાર થઈ જશે. તેમાં લાગેલા સૌર સેલ દિવસે ચાર્જ થશે અને રાતે એનર્જીનો ઉપયોગ કરશે. 2027 સુધીમાં તેને સત્તાવાર લોન્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.