મેનપટની ચાર એકર જમીન સ્પંજ જેવી

Thursday 20th April 2017 02:55 EDT
 
 

રાયપુરઃ કુદરતના કેટલાક રહસ્યોને આધુનિક વિજ્ઞાાન પણ ઉકેલી શકતું નથી. છતીસગઢના મેનપટમાં આવેલા ચાર એકર વિસ્તારની જમીન સ્પંજની જેમ દબાતી અને ઉછળતી રહે છે. આવું શા માટે થાય છે તે આજ સુધી જાણી શકાયું નથી. આ જમીન પર ઉછળ કૂદ કરતી વખતે જાણે કે ગાદલા પર હોઈએ તેવો અનુભવ થાય છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ સ્થળે પહેલાં જળસ્ત્રોત હોવો જોઇએ. જે સમય જતાં સુકાઇ ગયો, પરંતુ અંદર કાદવ રહ્યો હશે. આથી જ તેના પર વજન આવવાથી જમીન દબાય છે.

જોકે ભૂ વિજ્ઞાાનીઓ આને લિકિવેફેકશનનો પ્રભાવ માને છે. આથી અહીં ભૂકંપ આવી શકે તેવી પણ શકયતા છે. જોકે, આવું આખા વિસ્તારમાં નહીં માત્ર ૪ એકર જમીનમાં જ શા માટે જોવા મળે છે તે સમજાતું નથી. ૧૯૯૭માં જબલપુરમાં ભુકંપ આવ્યા પછી નર્મદા વિસ્તારના હોશંગાબાદ પાસે આવા જ પ્રકારની જમીનનું નિર્માણ થયું હતું.

મેનપટમાં પણ ચાર એકર વિસ્તારની જમીન સ્પન્જ જેવી શા માટે છે તેની તપાસ થવી જરૂરી છે. બહારથી આવતા લોકો આ વિશિષ્ટ જમીનમાં ફરીને રોમાંચ અનુભવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter