એપ્રિલ 2021માં સાઉથ આફ્રિકાની કુલીન ખાણમાંથી મળેલો 15.1 કેરેટનો બ્લ્યૂ ડાયમંડ ઓક્શનમાં વેચાયેલો વિશ્વનો સૌથી મોંઘો બ્લ્યૂ ડાયમંડ બન્યો છે. હોંગ કોંગમાં માત્ર સાત જ મિનિટ ચાલેલા ઓક્શનમાં આ હીરાએ 3.9 કરોડ પાઉન્ડની વિક્રમજનક કિંમત મેળવી હતી. આ આંકડો તેની અંદાજિત કિંમત કરતા બે મિલિયન પાઉન્ડ વધારે હતો. આ પૂર્વે ફક્ત પાંચ બ્લ્યૂ હીરાનું ઓક્શન થયું છે, જે 10 કેરેટથી વધુ મોટા હતા. જ્યારે 15 કેરેટથી વધુ હોય એવો તો આ પ્રથમ હીરો હતો. ખાણમાંથી બહાર કાઢ્યા બાદ રફ હીરો ડી બીયર્સ અને ડીયાકોરે 4.02 કરોડ ડોલરમાં ખરીદી લીધો હતો અને તેને ડી બીયર્સ કુલિનન બ્લ્યૂ નામ અપાયું હતું.