વોશિંગ્ટન: વિશ્વમાં ફરવાની તમન્ના અનેકની હોય છે, પણ મુશ્કેલી હોય છે ખર્ચાની. જોકે મોનિકા લીન કાણી પાઇ ખર્ચ્યા વગર દુનિયામાં ફરી વળી છે. અલ્બામાની મોનિકાએ વિશ્વમાં ફરવા અલગ જ રસ્તો શોધી કાઢયો હતો, આ માટે તેણે ઓનલાઇન ડેટિંગ શરૂ કરી દીધું. મતલબ કે તે પુરુષોને ઓનલાઇન મિત્ર બનાવતી હતી. આ પુરુષો એવા દેશના હતા જ્યાં મોનિકા જવા માગતી હોય. મોનિકાનો દાવો છે કે હું એવા જ લોકો સાથે દોસ્તી કરતી કે જેઓ શારીરિક સંબંધો માટે મને મજબૂર નહોતા કરતા. ૨૫ વર્ષીય મોનિકા એક વર્ષમાં નવ દેશો ફરી છે. જેમાં ઇટાલી, ઇન્ડોનેશિયા, કેરેબિયન ટાપુ, દુબઇ, હોંગકોંગ વગેરેનો સામેલ છે.
મોનિકા કહે છે કે આ વિચાર એક વેબસાઇટ પરથી આવ્યો. આ સાઇટ પર લોકો એકબીજાને મળીને હોલિડે માટે અન્યનો ખર્ચ ઉઠાવે છે. મને વેબસાઇટ પર એવા પુરુષો મળ્યા જેઓ મારી ટ્રિપ માટે નાણાં ચૂકવવા તૈયાર હતા. મેં આ ટ્રાવેલિંગમાં જે મજા માણી છે તેટલો ખર્ચ મારે ૧૦ વર્ષ નાણાં બચાવવા પડત, પણ મને બધું મફત જ મળી ગયું. હું મારા દેશ બહાર પણ નહોતી ગઇ અને આ રીતે નવ દેશ ફરવાનો મોકો મળી ગયો.