યુનેસ્કોની હેરિટેજ યાદીમાં મેઘાલયના લિવિંગ રૂટ બ્રિજ

Sunday 10th April 2022 07:28 EDT
 
 

મેઘાલયમાં લાઈવ રૂટ બ્રિજ સિત્તેર જેટલા ગામડાંમાં જોવા મળે છે. હવે આ પ્રકારના બ્રિજને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે. આ અંગે ટ્વિટર પર મેઘાલયનાં મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ જણાવ્યું હતું કે મેઘાલયના સાંસ્કૃતિક લેન્ડસ્કેપને પ્રદર્શિત કરતાં જિંગકિંગ જીને વર્લ્ડ હેરિટેજ સાઈટ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. આ પ્રકારના જીવંત રૂટ બ્રીજ માનવ-પર્યાવરણ વચ્ચેના સંબંધોને પ્રદર્શિત કરે છે એટલું જ નહીં કનેક્ટિવિટી અને પ્રકૃતિ સાથેના સમન્વયનું પ્રતિબિંબ પૂરું પાડે છે. આ બાબત ઈકોનોમી અને ઈકોલોજીના સંતુલનનું પ્રદર્શન કરે છે. સંગમાએ 21 જાન્યુઆરી 2022ના રોજ આ રૂટ બ્રિજને યુનેસ્કોની યાદીમાં સમાવવા માટેની રજૂઆત કરી હતી કારણ કે આ પર્વતીય રાજ્યની સ્થાપનાને 50 વર્ષ પૂરાં થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter