બેંગ્લુરુઃ ૨૧ વર્ષીય સુમુખ મહેતાના રિઝ્યુમથી પ્રભાવિત થઈને લંડનની જીક્યુ (જેન્ટલમેન ક્વાર્ટરલી) મેગેઝિને તેમને ઈન્ટરવ્યૂ વિના તેમના હેડક્વાર્ટરમાં નોકરી આપી દીધી છે. હકીકતમાં સુમુખનો રિઝ્યુમ એટલી રચનાત્મક રીતે બનાવાયો હતો કે એમ્પ્લોયર્સ તેમનાથી પ્રભાવિત થઈ ગયા. મહેતાએ 'હાયર મી' ટાઈટલથી બનાવેલા તેના રિઝ્યુમમાં પોતાને ક્રિએટિવ ગણાવ્યા સાથે સાબિત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. મેનેજમેન્ટ સ્ટુડન્ટ મહેતાએ માર્કેટિંગ ટીમ માટે જીક્યૂ સ્ટાઈલનો ૨૦ પેજનો રિઝ્યુમ બનાવ્યો છે.
સુમુખે રિઝ્યુમનું કવરપેજ પણ બનાવ્યું છે. સંપૂર્ણ લેઆઉટ કોઈ મેગેઝિન જેવો લાગે છે. ૨૦ પેજમાં તેમણે પોતાનો અનુભવ, શૈક્ષણિક યોગ્યતા, રસ સહિત ઘણું બધું લખ્યું છે. બધાથી મળીને બનેલા સ્પેશિયલ રિઝ્યુમની અવગણના કરવી ખરેખર મુશ્કેલ હોય છે. તેને બનાવવામાં તેમને ત્રણ અઠવાડિયાં લાગ્યા. માટે તેણે ફોટોશૂટ સહિત ગ્રાફિક ડિઝાઈનિંગ પણ જાતે કર્યું છે.
સુમુખ જણાવે છે કે આજે વિશ્વમાં દરેક જગ્યાએ સ્પર્ધા છે. એવામાં તમારું રચનાત્મક હોવું ખૂબ જરૂરી છે. જો તમે ઈચ્છતા હોવ કે તમે જેવું વિચારો છો વસ્તુઓ તેવી હોય તો તમારે અલગ રીતે વિચારવું પડશે. બસ મેં પણ કર્યું. અગાઉ મેં એમબીએ કરી ચૂકેલા પ્રોફેશનલ્સના ૧૫૦થી વધુ ઈન્ફોગ્રાફિક રિઝ્યુમ બનાવ્યા હતા. તેથી મને તો ખબર હતી કે રિઝ્યુમનું પ્રેઝન્ટેશન કેવી રીતે કરવાનું છે.
સુમુખના જણાવ્યા મુજબ મોટા ભાગે લોકો લાંબા રિઝ્યુમ બનાવવા માટે ઈનકાર કરે છે, પરંતુ મને મારી ક્વોલિટીઝ સારી રીતે ખબર છે. તેથી મેં ૨૦ પેજ રાખ્યા. બ્રિટિશ જીક્યુના એડિટર ઈન ચીફ ડાયલાન જોન્સે રિઝ્યુમ જોયો તો તે ખૂબ પ્રભાવિત થયા અને તેમણે લંડન સ્થિત હેડક્વાર્ટરમાં મને નોકરી ઓફર કરી દીધી. સાથે તેમણે એમ પણ કહ્યું કે મારે કોઈ પ્રકારનો ઈન્ટરવ્યૂ આપવો નહીં પડે.