મુઝફ્ફરનગરઃ હ્યુમન ઇલેક્ટ્રિક બલ્બના હુલામણા નામથી જાણીતો આ ભારતીય યુવાન વીજળીમાંથી જ શારીરિક શક્તિ મેળવી લેતો હોવાનો દાવો કરે છે. અને તેનો માત્ર આ દાવો જ નથી. આ દાવાને તે આપણી નજર સમક્ષ સાબિત પણ કરી દેખાડે છે. આ માટે તે મોમાં જીવંત વીજ તાર મૂકી દે છે અને તો પણ તેને કરંટ લાગતો નથી!
૪૨ વર્ષનો નરેશ કુમાર જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તે તેના શરીરમાં વીજળીનો કરંટ પસાર કરે છે! તે વીજળીના તારને સ્પર્શતો હોવા છતાં તેને જરાય કરંટ લાગતો નથી. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો રહેવાસી નરેશ કુમાર કહે છે કે જ્યારે તેને ભૂખ લાગે ત્યારે જીવંત વીજ તારનો તે સ્પર્શ કરે છે. શરીરમાં અડધો કલાક સુધી કરંટ પસાર કરે છે અને તે તૃપ્ત થઈ જાય છે! પેટ ભરાય જાય છે.
નરેશ કુમાર કહે છે કે તેણે એક વખત અકસ્માતે વીજળીનો જીવંત તાર પકડી લીધો હતો તે સમયે તેને પોતાની આ અનોખી શક્તિનો પરિચય થયો હતો. એ વખતથી તે વીજળીનો ‘આશિક’ થઈ ગયો છે. તે ઘણી વખત જીવંત વાયર મોંમાં મૂકીને બલ્બ સળગાવીને વીજળીનો ચાહક થઈ ગયો છે. તે ઘણી વખત જીવંત વાયર મોંમાં મૂકીને બલ્બ પ્રકાશિત કરીને વીજળીનો જીવંત તાર મોંમાં રાખ્યાની પ્રતીતિ કરાવે છે.
નરેશ કુમાર કહે છે કે જ્યારે પણ મને ભૂખ લાગે અને ઘરમાં ભોજન ન હોય ત્યારે તે વીજળીનો તાર મોમાં મૂકીને અડધો કલાક રહેવા દે છે. હું જાણે ખાદ્યાન્નની જેમ વીજળી આરોગી જતો હોઉં છે!
આ ‘ઇલેક્ટ્રિક મેન’એ પરસેવાની ગ્રંથિ ન હોવાને કારણે તે જીવંત વીજ પ્રવાહનો સામો કરી શકતો હોવાનો દાવો કરે છે. અલબત્ત આ વાતને કોઈ સમર્થન મળતું નથી.