વર્ષ 1955માં બનેલી મર્સીડીઝ બેન્ઝ 300-એસએલઆર કારે અત્યાર સુધીમાં વેચાયેલી દુનિયાની સૌથી મોંઘી કારનું બહુમાન મેળવ્યું છે. આ કાર તાજેતરમાં જર્મનીમાં સોધબી દ્વારા યોજાયેલા ઓક્શન દરમિયાન આશરે 1100 કરોડ રૂપિયામાં વેચાઇ છે. આ એક સ્પોર્ટ્સ કાર છે અને તેને અમેરિકન બિઝનેસમેન ડેવિડ મેકનીલે ખરીદી છે. આ કાર ‘મોનાલિસા ઓફ કાર્સ’ તરીકે ઓળખાય છે. કંપનીએ આ મોડલની માત્ર બે જ કાર બનાવી છે. 180 કિલોમીટરની ઝડપે દોડી શકતી આ કારમાં ત્રણ લિટરની ક્ષમતા ધરાવતું એન્જિન છે.