નાસિકઃ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં ‘ધ મેન ઓફ ધ ગોલ્ડન શર્ટ’ના હુલામણા નામથી જાણીતા થઇ ગયેલા મહારાષ્ટ્રના બિઝનેસમેન અને રાજકીય નેતા પંકજ પરખને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે. વિશ્વનું સૌથી કિંમતી સોનાનું શર્ટ પહેરનાર વ્યક્તિની ઉપમા સાથે તેમને બીજી મેના રોજ ગિનીસ બુકના સત્તાવાળાઓ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. પંકજ પરખના સુવર્ણ શર્ટની કિંમત આશરે એક કરોડ રૂપિયા છે.
આ સિદ્ધિથી આનંદની લાગણી વ્યક્ત કરતાં પંકજ પરખે જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારના રહેવાસી છે. તેમની આ સિદ્ધિથી તેમના ગામનું નામ વિશ્વભરમાં જાણીતું થશે.